કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને કોઈ વાતે ગુસ્સો આવી જતાં જ તેમના સહયોગીને થપ્પડ મારી હતી મૈસૂર એરપોર્ટ પર તેઓ ડીકે
શિવકુમારની ઈડીએ કરેલી ધરપકડનો વિરોધ કરવા માટે પ્રેસ સમક્ષ આવ્યા હતા મીડિયા સાથે વાત કર્યા બાદ તરત જ તેમણે સાથીને તમાચો
મારી દીધો હતો તેમનું આ થપ્પડ મારવાનું કારનામું કેમેરામાં કેદ થઈ જતાં વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો લાફો માર્યા બાદ તરત જ તેઓ
તેની પીઠ પર થપાટ મારીને તેને આગળ દોરી ગયા હતા
મળતી વિગતો પ્રમાણે તેમનો સહયોગી તેમની વાત મરીગૌડા સાથે કરાવવા માગતો હતો જો કે, તે સમયે સિદ્ધારમૈયા મીડિયા સાથે વાત કરી રહ્યા
હતા સહયોગીની આવી હરકતથી કંટાળીને સિદ્ધારમૈયાએ અંતે લાફો માર્યો હતો એવું પણ નથી કે સિદ્ધારમૈયાએ પહેલીવાર પિત્તો ગુમાવ્યો
હોય, આ અગાઉ પણ તેઓ જાહેર મંચ પર પણ પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી ચૂક્યા છે