ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાના પુત્રને ખબર જ નથી કે, ક્યાં ગેસની ચોરી થાય છે

2019-09-04 1,441

વડોદરાઃ વડોદરાના સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા સંચાલિત હેપ્પી હોમ ગેસ સર્વિસના ગોડાઉનમાંથી ગેસના ભરેલા બોટલ લઇને નિકળેલા ટેમ્પોને ડ્રાઇવર અને હેલ્પરને ગેસ રિફિલિંગ કરતા પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો હતો આ અંગે ધારાસભ્યના પુત્ર હિરેન સુખડિયાએ જણાવ્યું હતું કે, અમે પુરવઠા વિભાગને અને તોલમાપ વિભાગને જણાવ્યું છે કે, આ ગેસ રિફિંલિગ કરતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એજન્સી તરીકે અમારો પુરો સહકાર રહેશે બંને આરોપીઓને એજન્સીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અમે અમારા ગ્રાહકોને પુરતો ગેસ મળે તે માટે પ્રયાસ કરીએ છીએ પરંતુ રસ્તામાં ચોરી ક્યાં કરે છે એની અમને ખબર નથી

Videos similaires