મુંબઈમાં ભારે વરસાદના કારણે તેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે મોટા ભાગના રસ્તાઓ પાણીથી છલોછલ છે તો બીજી બાજુ ઘણા મકાનોમાં પાણી ઘુસી ગયું છે ગાંધી માર્કેટમાં બે ફુટ સુધી પાણી ભરાયા છે જેના કારણે વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે મુંબઈમાં બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદના કારણે બુધવારે પણ શાળા કોલેજો બંધ રહેશે