પ્રાંત અધિકારીઓ બજારમાં દબાણ હટાવવા આવ્યા, લોકોએ વ્હાલા-દવલાની નીતિ વાપરતા હોવાનો આક્ષેપ કર્યો

2019-09-03 53

ગીર-સોમનાથઃવેરાવળમાં પ્રાંત અધિકારીએ દબાણ હટાવ ઝુંબેશ મામલે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, સાંજના સમયે પ્રાંત અધિકારીઓ દબાણ પર બુલડોઝર ફેરવવા બજારમાં નીકળ્યા હતા ત્યારે રેકડીની કેબિન પર બુલડોઝર ફેરવતા મામલો બીચક્યો હતો અને લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા આ સાથે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આ મામલે રેકડીવાળાઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી છેલ્લા એક માસથી દબાણ હટાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે

Videos similaires