નચ બલિયે 9માં આ વિકેન્ડ સની દેઓલ તેના દીકરા કરન દેઓલ અને એક્ટ્રેસ સહર બામ્બા સાથે જોવા મળશે ત્રણેય સ્ટાર્સ ફિલ્મ પલ પલ દિલ કે પાસનું પ્રમોશન કરશે, શૉનો એક પ્રોમો રિલીઝ થયો છે જેમાં રવિના ટંડન અને સની દેઓલ રોમેન્ટિક સોંગ ‘તેરે ચહેરે પે અપની નજર છોડ જાઉંગા’ પર ડાન્સ કરે છે વર્ષો બાદ સની અને રવિનાનો આ ડાન્સ તેમના ફેન્સ માટે એક ટ્રીટ હશે, પરંતુ પ્રોમોમાં સૌથી વધુ હાઇલાઇટ કરન દેઓલ રહ્યો, જે પિતાનો ડાન્સ જોઈ ઈમોશનલ થઈ જાય છે અને ઉભો થઈને સ્ટેજ પર જઈ સની દેઓલને ગળે લગાવી લે છે