બિહારમાં છેલ્લા કેટલાય સમયથી બાળક ચોરી કરનાર ગેંગના સભ્ય હોવાની આશંકા રાખીને અનેક નિર્દોષો પર ટોળું તૂટી પડે છે માનસિક રીતે બિમાર કે અનેક દિવ્યાંગો જ મોબ લિંચિંગનો ભોગ બની રહ્યા છે આ બધાની વચ્ચે લખીસરાયના ઈટૌન ગામમાં પણ એક ગરીબ આદિવાસી મહિલા કે જે ભીખ માગીને પોતાનું ગુજરાન કરે છે તેને લોકોએ બાળક ચોર સમજીને થાંભલે બાંધીને મારી હતી મહિલા હિન્દી બોલી કે સમજી શકતી ના હોવાથી તેની પૂછપરછ કરતા લોકોની શંકા વધુ મજબૂત બની હતી ગામની અનેક મહિલાઓએ આ તમાશો મૂકપ્રેક્ષકની જેમ જોયા કર્યો હતો અંતે ગામવાળાઓને વધુ કોઈ વિગતો જાણવા ના મળતાં આ મહિલાને એક ટ્રેનમાં બેસાડીને આગળ ધકેલી દીધી હતી
વીડિયો વાઈરલ થયા બાદ તરત જ પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે આ મહિલા બાળક ચોર નહીં પણ ચાનન વિસ્તારમાં આવેલા આદિવાસી ગામ જાનકીડીહની રહેવાસી હતી જે ભીખ માગીને તેનો ગુજારો કરે છે આ ગરીબ મહિલા ભીખ માગતા માગતા જ આ ગામમાં પહોંચી ગઈ હતી