અમેરિકા પાસેથી મળેલા આધુનિક ટેકનીક અને પ્રહાર કરનારા અપાચે હેલિકોપ્ટર મંગળવારે પઠાકોટ એરબેઝ પર તહેનાત કરાયા છે અમેરિકા પાસેથી 22 અપાચે હેલિકોપ્ટરની ડીલ થઈ છે, જેમાંથી 11 હેલિકોપ્ટરને પાકિસ્તાની સરહદ સાથે પઠાનકોટ અને 11 ચીન સરહદ સાથે આસામના જોરહાટમાં તહેનાત કરવામાં આવશે મંગળવારે 8 અપાચેની પહેલી ફ્લીટ તહેનાત કરવામાં આવી છે જેનાથી પાકિસ્તાન અને ચીનની હરકતો પર નજર રાખવામાં સરળતા રહેશે