સુરતમાં ગણેશજીની સ્થાપ્ના સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવવામાં આવી

2019-09-03 2,241

સુરતઃ શહેરના યોગી ચોક વિસ્તારમાં ગણેશજીની સ્થાપના સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બણ બનાવવામાં આવી છે તક્ષશિલા આર્કેડની કૃતિ બનાવી મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે યોગી ચોક વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીમાં ગણેજીની સ્થાપના કરવામાં આવી છે જેની સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ પણ બનાવવામાં આવી છે જેમાં તક્ષશિલા આર્કેડ, ફાયર બ્રિગેડ, વિદ્યાર્થીઓ પડતા , બ્રિજ સહીતનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રીજીની સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવી મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે તક્ષશિલા અગ્નિકાંડને લઈને હજુ પણ મૃતકોના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનિય છે કે, તક્ષશિલા અગ્નિકાંડના 10 જેટલા આરોપીઓ જેલમાં બંધ છે જોકે, મૃતકોના પરિવારજનો દ્વારા નાના અધિકારીઓને જેલ હવાલે કરી ઉચ્ચા અધિકારીઓને બચાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે

Videos similaires