સુરતમાં DGVCLની બેદરકારી, ટ્રાન્સફોર્મરમાં ગાયને કરંટ લાગતા મોત

2019-09-03 424

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ ડીજીવીસીએલ ન સુધર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સિમાડા વિસ્તારમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં એક ગાય ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગતા ચોંટી જતા મોતને ભેટી હતી મળતી માહિતી પ્રમાણે, સિમાડા વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ નગર સોસાયટી પાસે આવેલા એસએમસી ગાર્ડન નજીક ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર છે ટ્રાન્સફોર્મર ખાડામાં હોવાથી વરસાદી માહોલમાં ખાડામાં પાણી ભરાઈ જાય છે જેને લઈને સ્થાનિકો દ્વારા ડીજીવીસીએલમાં અરજી કરવામાં આવી હતી અને ટ્રાન્સફોર્મરને વ્યવસ્થિત કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતા કામગીરી ન કરવામાં આવતા ગત રોજ રાત્રે એક ગાય ખાડામાં પાણી પીવા જતા કરંટ લાગ્યો હતો અને ટ્રાન્સફોર્મર સાથે ચોંટી જતા મોતને ભેટી હતી ગાયના મોતના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો

Videos similaires