રાજકોટમાં 8 કલાકમાં 8 ઈંચ, જામનગરના મોટીબાણુંગારમાં 24 કલાકમાં 9 ઇંચ

2019-09-02 3,783

રાજકોટઃરાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ પડી રહ્યો છે સવારના 830 વાગ્યા સુધીમાં રાજકોટમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભાદરવા મહિનાની શરૂઆતમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી છે કપાસ અને મગફળી સહિતના પાક માટે જરૂરિયાત મુજબનો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે ભારે વરસાદ પગલે કોટડાસાંગણીનો છાપરી ડેમ ઓવરફ્લો થયો છે જ્યારે ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયો છે શહેરીજનોની જીવાદોરી સમાન આજી 1 ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

Free Traffic Exchange

Videos similaires