હોટલમાં નોનવેજ જમી GSTના અધિકારીની ઓળખ આપી બીલ ન ચુકવતા 4પોલીસ હવાલે કરાયા

2019-09-02 475

સુરતઃડુમસ વિસ્તારમાં આવેલી હોટલમાં નોનવેજ જમવા આવેલા ચાર ઈસમોએ પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકેની આપી હતી જમ્યા બાદ ચારેય ઈસમોએ બીલ ન ચુકવવાની સાથે રોફ દેખાડ્યો હતો જેથી ચારેય અધિકારીઓનો ભાંડો ફૂટતા પોલીસ હવાલે કરવામાં આવ્યાં હતાંડુમસ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર પૂજા હોટલમાં નોનવેજ જમવા ચાર ઈસમો આવ્યાં હતાં જમીને પોતે જીએસટીના અધિકારીઓ હોય બીલ નહી ચુકવે તેમ કહીને રોફ પ્રદર્શિત કરવા લાગ્યાં હતાં જેથી લોકોએ તેની પાસે આઈકાર્ડ માંગ્યા હતાં આઈકાર્ડ તેમની પાસે ન મળતાં ભાંડો ફૂટ્યો હતો બાદમાં ચારેય ઈસમોને ડુમસ પોલીસના હવાલે કરીદેવામાં આવ્યાં હતાં પોલીસે ચારેયને ઝડપી લઈને જીએસટી સાથે કંઈ લેવા દેવા ન હોવાનું સામે આવતાં ગુનો નોંધી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી