સુરતઃવરાછામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, છેતરપિંડી, ગુંડાગીરી અને અસામાજિક તત્ત્વોનો ત્રાસ ઉત્તરોત્તર વધી રહ્યો છે હવે તો ખુલ્લી તલવારો જેવા ઘાતક હથિયારો સાથે જાહેર રસ્તા પર નીકળીને રીતસર હપતા ઉઘરાવવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જોકે, નિષ્ક્રીય વરાછા પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોવા સિવાય કશું જ કરી શકવા શક્તિમાન ન હોય તેવી લાચાર હોય તેવું લાગી રહ્યું છે વરાછામાં રસ્તા પર મહિલાને આંતરીને તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપવાના કેસમાં વ્યાજખોર આરોપી હજી પકડાયો નથી ત્યાં ચાર ટપોરીએ ત્રણ દુકાનદારોને ‘અહીં ધંધો કરવો હોય તો અઠવાડિયે રૂ 200 હપતો આપવો પડશે’ કહીને ખંડણી માંગી હતી જોકે, એક દુકાનદારે હપતો નહીં આપતાં તેને ગુંડાઓએ લાકડાના ફટકા માર્યા હતા