સિંગરના બાઉન્સરોએ મીડિયાકર્મીઓને દોડાવી-દોડાવીને માર્યા

2019-09-02 54

પંજાબના બટાલામાં રવિવારે અચાનક જ માહોલ તંગ થઈ ગયો હતો એક સલોનનું ઓપનિંગ કરવા માટે પહોંચેલા પંજાબી સિંગર મનપ્રીત માહિલપુર ઉર્ફે સિંહાએ તેના બાઉન્સરોને મીડિયાકર્મીઓને મારવા માટે આદેશ કર્યો હતો તેનો ઓર્ડર સાંભળીને તરત જ બાઉન્સર્સ પણ મીડિયાકર્મીઓ પર તૂટી પડ્યા હતા બાઉન્સરોએ પત્રકારોને દોડાવી દોડાવીને મારવાની સાથે જ તેમની પર ગાડી ચડાવીને તેમને હડફેટે લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો આ હુમલામાં નેશનલ મીડિયાના ત્રણ પત્રકારો ઘાયલ થયા હતા આવા વર્તનથી ડઘાઈ ગયેલા પત્રકારોએ પણ ભેગા મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભારે વિરોધના પગલે પોલીસે પણ અંતે સલોન માલિક, પંજાબી સિંગર સિંહા અને કેટલાક અજાણ્યા શખ્સો સામે જીવલેણ હુમલો કરવાનો ગુનો નોંધ્યો હતો આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો