આંધ્ર પ્રદેશના તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આવેલા ચેવેલ્લા ગામના બે ખેડૂતોની દયનીય દશા વ્યક્ત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે સરકાર દ્વારા જમીનના રેકોર્ડને ઓનલાઈન કરવામાં થયેલી ભૂલને સુધારવા માટે આ બંને ખેડૂતોએ રેવન્યૂ અધિકારીને પગે પડીને આજીજીઓ કરી હતી જો કે, તેમની આવી કાકલૂદીની પણ એ અધિકારી સામે કોઈ જ અસર થઈ નહોતી ને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા
જાંગીલી સતૈયા નામના એક ખેડૂતે તેની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, તેમની પૈતૃક જમીનના 6 ભાઈઓ વચ્ચે ભાગ પડતાં જ તેમના ભાગે આવેલી જમીન પણ ઓનલાઈન રેકોર્ડમાં બદલાઈ ગઈ હતી તેમનું અને તેમના અન્ય એક ભાઈનું નામ જ આ રેકોર્ડમાંથી ગાયબ થઈ ગયું જ્યારે અન્ય ભાઈઓના નામ હજુ પણ એ જમીનના રેકોર્ડમાં બોલતાં હતાં સરકારી કામકાજમાં થયેલી આ ભૂલને સુધારવા ઠેરઠેર રઝળ્યા બાદ પણ ઉકેલ ના મળતાં ખેડૂતોએ અધિકારીના પગ પકડીને આજીજી કરી હતી મળતી વિગતો પ્રમાણે જમીની વિગતોની ઓનલાઈન પ્રોસેસ કરવાની કે તેમાં રહી ગયેલી ભૂલોમાં સુધારો કરવા માટે પણ અનેક અધિકારીઓ લાંચ લીધા વિના કામ નથી કરી આપતા જેના કારણે સતત આવા બનાવો પણ સામે આવી રહ્યા છે