લગ્નના 18 વર્ષે પતિ 3 બાળકો સાથે ગુમ: પત્ની ત્રણ રાજ્યોમાં શોધખોળ કરી રહી છે

2019-09-02 1,543

સુરતઃ ત્રણ મહિનાથી ત્રણેય સંતાનો સાથે ગુમ થયેલા પતિને શોધી રહેલી નવાગામની મહિલાએ સખી વન સ્ટોપમાં ધુસ્કે ધુસ્કે રડી પોતાની આપવીતી જણાવી હતી તેણીએ જણાવ્યું કે, મેડમ ત્રણ મહિનાથી પતિ ત્રણેય બાળકોને લઈ ક્યાંય ચાલી ગયો છે ઔરંગાબાદ આ જા તેરે બચ્ચે મિલ જાયેંગે કહી ફિલ્મી સ્ટાઇલમાં કોઈ અજાણ્યો શખ્સ ફોન કરી હેરાન કરી રહ્યો છે સાસુ પણ ઘરને તાળું મારી જેઠાણીને ત્યાં ચાલી ગઈ છે બેઘર બનીને પતિ અને બાળકોને શોધી રહી છું પોલીસ પણ કોઈ સહકાર આપી રહી નથી લગ્નના 18 વર્ષમાં પતિએ 50 લાખથી વધુનું દેવું કરી નાખ્યું છે મકાન વેચીને અડધું દેવું ભરપાઈ કરી શક્યા છે મરી-મસાલાનો વેપારી અને પતિને શોધી કાઢવા ઔરંગાબાદ, મુંબઈ અને શિરડીની ગલીઓમાં અનેક ધક્કા ખાઈ ચુકી છું કોઈ રસ્તો નહીં સુઝતા તમારા દ્વારે આવી છું

Videos similaires