રાજકોટ: ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે જેને પગલે બીજેપી દ્વારા રાજકોટમાં 9 દિવસ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં છે આ દરમિયાન મેયર બંગલોથી રેસકોર્ષ મેદાન સુધી દુંદાળા દેવની સ્થાપના કરવા માટે મૂર્તિ લઈ જવામાં આવી હતી પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે, ખુદ સીએમના પત્ની અને મેયર પણ હાજર હતા અને બીજેપીના સ્થાનિક નેતાઓની હાજરીમાં આ મૂર્તિ ટોઈંગ વાનમાં લઈ જવામાં આવી હતી ભાજપ ગણપતિની સ્થાપના કરે તો કોઇ નીતિ નિયમ નડતા નથી અને બેરોકટોક સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તે ફરી એક વખત સાબિત થયું છે