એપીજી યૂનિવર્સિટીમાં સ્ટૂડેન્ટ્સના બે ગ્રૂપો વચ્ચે મારામારી

2019-09-01 35

હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલી એપીજી યૂનિવર્સિટીમાં રાત્રે વિદેશી અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ વકરતાં જ વાત છૂટ્ટાહાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી બંને ગ્રૂપોએ એકબીજા પણ ડંડા અને સળિયાઓથી હુમલો કરીને કેમ્પસમાં તણાવભર્યો માહોલ પેદા કર્યો હતો અફઘાનિસ્તાનના કેટલાક સ્ટૂડેન્ટ્સ સાથે જમતાં સમયે કોઈ વાતે વિવાદ થતાં જ પાસઆઉટ થઈ ગયેલા કેટલાક વિદ્યાર્થીઓએ ત્યાં પહોંચીને તેમના પર હુમલો કર્યો હતો મામલો થાળે પાડ્યા બાદ તરત જ ત્યાં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી યૂનિવર્સિટીના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જેઓ આ મારામારીમાં સામેલ હતા તે વિદ્યાર્થીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે સાથે જ જેમના કારણે આખો વિવાદ થયો હતો તે આ યૂનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા પોલીસે પાંચ સ્થાનિક વિદ્યાર્થીઓની સામે કેસ પણ નોંધી લીધો છે

Videos similaires