ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ત્રણના મોત થયા હતા, CCTV સામે આવ્યા

2019-09-01 2,053

જામનગર: 16 ઓગસ્ટના રોજ શહેરના દેવુભાના ચોકમાં ટીંબાફળીમાં રીનોવેશન કામગીરી દરમિયાન ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના મૃત્યુની ગોઝારી દુઘર્ટનામાં વરસાદના કારણે જમીન પોચી પડતા મકાન ધરાશાયી થયાનું પોલીસમાં જાહેર થયું હતું ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કપરી સ્થિતિમાં રેસ્ક્યું કામગીરી કરવામાં આવી હતી મકાન માલિક અનવરભાઇ દાઉદભાઇ ગંઢાર, કડિયાકામ કરતા અશોક પરષોત્તમભાઇ રાઢોડ અને મોહનભાઇ રવજીભાઇ રાઠોડનું કાટમાળ નીચે દબાઇ જતા મોત નીપજ્યું હતું આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મકાન અંદર કડીયા કામ કરતા કડિયા કેવી રીતના મકાન નીચે દબાયા તે સીસીટીવીમાં દેખાય છે

Videos similaires