ગણેશ સ્થાપના સમયે ત્રણ દુર્ઘટનામાં 3 લોકોના મોત, એકને શ્રીજીએ બચાવ્યો હોવાની ચર્ચા

2019-09-01 1,670

આવતી કાલથી ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની આ ત્રીજી ઘટના બની છે આ પહેલા અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વખતે 7 લોકોને કરંટ લાગ્યા હતા જેમાં બે લોકોના મોત નીપજ્યાં હતા ઉપરાંત વડોદરામાં પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે સંતરામપુરમાં ગઇકાલે ગણેશ સ્થાપના નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા દરમિયાન અંદર ગણેશજીની મુર્તિ પાસે અનુરાગ મોચી નામનો યુવક ઝંડો ઉચો કરીને ફરકાવતો હતો આ દરમિયાન ઝંડો ઈલેક્ટ્રિક વાયરને અડી જતા તેનો ભયાનક કરંટ લાગ્યો હતો જેથી તે શ્રીજીની મુર્તિ પરથી નીચે પટકાયો હતો બાળપણથી જ તે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરતો હોવાથી શ્રીજીએ તેનો જીવ બચાવ્યો છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે

Free Traffic Exchange

Videos similaires