વડોદરાઃકુંડળધામના પપૂ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી આજે વડોદરા શહેરના કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે હતા જ્યાં પપૂ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષના વિવાદ અંગે જણાવ્યું હતું કે, સમાધાનના પ્રયાસો થઇ રહ્યા છે અને તેમાં અમે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ સમાધાનની વાટાઘાટો ચાલી રહી છે ધીમે ધીમે નજીક આવતુ જાય છે ઘણા લાંબા સમયથી છુટ્ટુ પડી ગયેલુ છું તેને અમે નજીક લાવવાનો પ્રયાસ કર્યો છે