રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપરા ગામના 35 વિદ્યાર્થીઓ અશ્વિની નદી પરના કોઝવે પર ધસમસતા પાણીમાં જીવના જોખમે પસાર થઇને રામપુરી ગામની શાળામાં ભણવા માટે જાય છે ગામ લોકો અને વિદ્યાર્થીઓની માંગણી છે કે, બંને ગામ વચ્ચે બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને બાળકોનો જીવ જોખમમાં ન મૂકાય