ટ્વિટર પર જોરશોરથી ટ્રેન્ડ થઈ રહેલા બે સ્ટૂડેન્ટ્સનો આ વીડિયો જેણે પણ જોયો હતો તેના શ્વાસ બે ઘડી રોકાઈ ગયા હતા બંને બાળકોએ સ્કૂલના યૂનિફોર્મમાં જે પ્રકારે દિલધડક જિમ્નેસ્ટિક્સ કર્યા હતા તે જોઈને અનેક યૂઝર્સે તેમના વખાણ પણ કર્યા હતા વીડિયોમાં પણ જોઈ શકાય છેકે વિદ્યાર્થી સૌ પ્રથમ આગળ દોડીને સફળતાપૂર્વક સમરસૉલ્ટ કરી બતાવે છે તેના કરતબ બાદ તરત જ વિદ્યાર્થિની પણ એજ રીતે દોડીને બે હાથેથી ગુલાંટ મારીને તરત જ પગમાં જાણે કે સ્પ્રિંગ લગાવી હોય તેમ ખાઈને બહુજ આસાનીથી ડબલ સમરસૉલ્ટ કરે છે આ બંને બાળકોની આવી સ્કિલ જોઈને દરેકને નવાઈ લાગી હતી અનેક યૂઝર્સને તો વિશ્વાસ પણ નહોતો થતો કે કોઈ ખભા પાછળ ભારેખમ સ્કૂલબેગ લટકાવ્યા બાદ પણ આવું કઈ રીતે કરી શકે બસ પછી આ બંને સ્ટૂડન્ટ્સનો હેરતઅંગેજ વીડિયો જોઈને તેમને સરકારને પણ આમને સારામાં સારી ટ્રેનિંગ આપવાની અપીલ કરી હતી કેટલાક યૂઝર્સે કિરણ રિજીજૂ અને ખેલ મંત્રાલયને પણ ટેગ કર્યા હતા જેથી આવી ટેલેન્ટ પર તેમની નજર પડે ને આગળ જતાં ઑલિમ્પિકમાં દેશનું નામ રોશન કરે