મોડાસાના દધાલીયા ગામે દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, મહિલા તણાઈ

2019-08-31 2,227

અરવલ્લીઃ મોડાસાના દધાલીયા ગામે મૂશળધાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા જેને પગલે રાવળ ફળીયાના 6 જેટલા મકાનોમાં પાણી ઘુસતા રાવળ મણાભાઈ સોમાભાઈનું મકાન ધરાશાયી થયું હતું તેમજ પૂરની સ્થિતિને પગલે એક મહિલા પાણીના વહેણમાં તણાઈ હતી તેમજ આસપાસના 15થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને મોતીપુર નજીક કોઝ વે પર પાણી ફરી વળ્યા છે આ ઉપરાંત મોડાસા શહેરમાં પણ ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Videos similaires