ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ભલે તણાવ વર્તાતો હોય પરંતુ દરિયાપાર બંને દેશોના નાગરિકો વચ્ચે કદાચ આવો તણાવ નથી જ અમેરિકાના કેલિફોર્નિયામાં ભારત-પાકિસ્તાનની બે યુવતીઓએ ધૂમધામથી લગ્ન કર્યા હતા જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા હતા કોલંબિયન અને ભારતીય મૂળની બિયાંકાએ પાકિસ્તાનની નાગરિક એવી સાયમા સાથે લગ્ન કર્યા હતા જેની જાહેરાત તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નના ફોટોઝ અપલોડ કરીને કરી હતી અનેક યૂઝર્સે આ લેસ્બિયન કપલને બેસ્ટ વિશિઝ આપી હતી બિયાંકા ભારતીય પરંપરા મુજબના કોસ્ચ્યૂમ્સ, ગળામાં મોતીઓની માળા અને સુંદર બંગડીઓ પહેરીને ઈન્ડિયન બ્રાઈડના જેમ જ સજીધજી હતી