અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ફરી ચીનથી આયાત કરેલા ઉત્પાદો પર નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી છે ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે નવો ટેરિફ 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે અમે ચીનથી વેપારનો વિવાદ શાંત કરવા માટે ચર્ચા યથાવત રાખીશું જો આ વિવાદ નહિ થમે તો ત્યાં હોંગકોંગથી પણ ખરાબ પરિસ્થિતિ થશે
કેમ્પ ડેવિડ રવાના થવા પહેલા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી આ દરમિયાન તેમણે કહ્યું કે વેપારને લઇને જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે તણાવને ઓછો કરશે અમેરિકાના આર્થિક દબાણની અસર ચીનના અધિકારીઓ પર દેખાઇ રહી છે તેઓ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નથી કરી શકતા