સુરતઃપાકિસ્તાન દ્વારા ઘૂષણખોરીનો પ્રયાસ દરિયા કિનારે થાય અથવા તો હુમલો થવાના એલર્ટના પગલે છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારાની સુરક્ષા સઘન કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને વલસાડ સુધીના દરિયા કિનારે પેટ્રોલિંગ વધારવાની સાથે કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે સુંવાલિ બીચ પર કમાન્ડો ગોઠવી દેવામાં આવ્યાં છે