વડોદરાઃ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી મોબાઇલની 2 દુકાનોમાં આજે વહેલી સવારે 5 વાગ્યે 3 તસ્કરો ત્રાટક્યા હતા આ તસ્કરો બંને દુકાનોમાંથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ચોરીને બાઇક પર ભાગી છૂટ્યા હતા આ સમગ્ર ઘટનાના દુકાનની બહાર લગાવવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ભરૂચ સી ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે