ખૈબર પખ્તૂનખામાં જર્જરિત પુલ ધરાશાયી થતાં બસ ખાઈમાં પડી

2019-08-31 1,480

પાકિસ્તાનના ખૈબર પખ્તૂખામાં નબળો પૂલ પડી જવાના કારણે તેના પર પસાર થતી યાત્રીઓની ભરેલી એક બસ ખાઈમાં પડી છે આ દુર્ઘટનામાં 24 લોકોના મોત થયા છે કોહિસ્તાનના ડેપ્યૂટી કમિશ્નર રાજા અબ્દુલ સાબૂરે જણાવ્યું છે કે, આ ઘટના કોહિસ્તાન જિલ્લાના બગરા વિસ્તારમાં થઈ હતી બસમાં કુલ 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા આ દરેક લોકો એક પરિવારના સભ્યો હતા અને એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા

સિવિલ ડિફેન્સના ચીફ અહસાન અલ હકે જણાવ્યું કે, બસ બાગરુથી કંદિલા જઈ રહી હતી આ દરમિયાન બગરા વિસ્તારમાં આવેલો એક જર્જરિત પુલ ધરાશાયી થતાં તેના ઉપરથી પસાર થતી બસ પણ ખાઈમાં પડી હતી આ વિસ્તારમાં કોમ્યુનિકેશનની સુવિધા પણ ન હોવાથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરતાં વાર લાગી હતી

Videos similaires