કેન્દ્રની મોદી સરકાર અર્થવ્યવસ્થા મામલે ચારેય બાજુથી ઘેરાતી જતી હોય તેવું લાગે છે એખ બાજુ મોદી સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી બાજુ સહયોગી અને વિપક્ષ મોદી સરકારની આર્થિક નીતિ સામે સવાલ ઉભા કરી રહ્યા છે કોંગ્રેસની સાથે સાથે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારની નીતિઓ સામે સવાલ ઉભા કરીને 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાને ગુડબાય કેહવાની વાત કરી છે