નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પ્રેસ કોન્ફોરન્સમાં પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની જાહેરાત કરી હતી આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની જાહેરાત કરાઈ હતી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી સીતારમણે ઈકોનોમિ પર વાત કરતા કહ્યું હતું કે અમારી સરકાર હાલ 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે PNBમાં UBI-OBCનું મર્જર બાદ હવે દેશમાં હવે માત્ર 12 જ સરકારી બેન્કો રહેશે આમ સરકારે બેન્કિંગ સેકટર માટે આજે મહત્વનો નિર્ણય કર્યો છે