ફ્લેટ ખાલી કરવા આદેશ અપાતા પાલડીના વર્ષા ફ્લેટના રહિશોની આત્મવિલોપનની ચીમકી

2019-08-30 1,360

અમદાવાદ: પાલડીના વર્ષા ફ્લેટનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે અશાંતધારાના ઉલ્લંઘન બદલ રદ થયેલા 13 દસ્તાવેજવાળા ફ્લેટ મળી કુલ 35 માલિકોને 3 સપ્ટેમ્બર સુધીમાં ફ્લેટ ખાલી કરવા નોટિસ ફટકારી આદેશ કરાયો છે ત્યારે અહીં રહેતા લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે સમય મર્યાદામાં ખાલી નહીં કરાય તો ફ્લેટનો કબજો અમદાવાદ જિલ્લા કલેક્ટર હસ્તક લેવાની સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમની કચેરીએ જાહેરાત કરી હતી