મોડાસાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન માટે શિક્ષકો વગર ટ્રેક્ટરમાં બેસાડાયા

2019-08-30 245

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા નગર વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના તિથિ ભોજન કાર્યક્રમ માટે નજીકના ગામમાં ટ્રેક્ટર મારફતે લઈ જવાતા વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરતા વીડિયો વાઈરલ થયા છે ટ્રેક્ટરની ટ્રોલીમાં 40થી વધુ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ સવાર હતા જવાબદાર શિક્ષકો ટ્રેક્ટરમાં બેસાડી જાણે જવાબદારી પૂર્ણ કરી હોય તેમ એક પણ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે ન હોવાની ચર્ચાએથી વાલીઓમાં રોષ ભભૂક્યો હતો

Videos similaires