ભાષણમાં મોદીનું નામ લેતા પાકિસ્તાનના મંત્રીને લાગ્યો કરંટ

2019-08-30 2,354

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન હજુ પણ રઘવાયું છે ત્યાંના નેતાથી લઈને મંત્રીઓ પણ પોતાના ભાષણોમાં ભારત અને મોદી વિરોધી સિવાય કંઈ જ બોલવાનું નામ નથી લેતા એવામાં ઈમરાન ખાન સરકારના રેલવે મંત્રી શેખ રસીદનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ એક રેલીમાં કાશ્મીર મુદ્દે મોદી વિરોધી બોલી રહ્યા હોય છે અને જેવું મોદીનું નામ લે છે કે તેમને માઇકમાં કરંટ લાગે છે અને તેઓ ડરી જાય છે તેમને આ રીતે જોઈને પબ્લિક પણ હસવા લાગે છે જેનો વીડિયો કોઇએ ટ્વિટર પર શેર કરતા વાઇરલ થયો છે