સુરતમાં મનપા કર્મચારીએ જાહેરમાં થૂંકવા માટે યુવાનને ઉઠક બેઠક કરાવી

2019-08-30 561

સુરતઃ શહરેના અઠવા ગેટના લાલ બંગલો નજીક એક યુવકને જાહેરમાં થૂંકવા માટે પાલિકાના કર્મચારી દ્વારા ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વીડિયો ગત રોજનો હોવાનું અને દંડ માંગતા પૈસા ન હોવાનું જણાવતા ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડી જાહેરમાં થૂંકવા કે કચરો કરવા પર 100 રૂપિયાના દંડની જાહેરાત કરવામાં આવી હતી પાલિકાના સીસીટીવી અથવા પાલિકાના અધિકારીઓના ધ્યાનમાં આવે તો 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે જોકે, આ દંડ સાત દિવસમાં ન ચૂકવવામાં આવે તો 250 રૂપિયા દંડ કરવામાં આવે છે અને જો તેમ છતા ન ભરવામાં આવે તો 1000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહે છે

Videos similaires