સુરત:વરાછા વિસ્તારના રૂપા એપાર્ટમેન્ટની લોબીની દીવાલ તૂટી પડતા એક વૃદ્ધ મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતુંગુરુવારની બપોરે વૃદ્ધ મહિલા લોબીમાં સુકાઈ ગયેલા કપડાં લેતી વખતે ગેલેરીનો ભાગ તૂટી પડતા નીચે પટકાઈ હતી એપાર્ટમેન્ટના મેન્ટેનન્સના આભાવના કારણે ઘટના બની હોવાનું પરિવારે જણાવ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પાલિકા અને પોલીસે તપાસ હાથ ધરી છે