પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક શિખ યુવતીનું અપહરણ કરી બળજબરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું આટલું જ નહીં આ યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેના લગ્ન પણ કરાવાયા હતા પીડિતાના પરિવારે વડાપ્રધાન ઈમરાન ખાન પાસે મદદ માગી છે પરિવારજનોએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, 27 ઓગસ્ટે રાતે હથિયારધારી થોડા લોકો ઘરમાં ઘુસી આવ્યા અને બંદૂકની અણી પર યુવતીને બંધક બનાવીને લઈ ગયા હતા પહેલા પણ પાકિસ્તાનમાં લઘુમતી કોમની હિન્દુ દીકરીઓના બળજબરી લગ્ન કરાવવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે
શિરોમણી અકાલી દળના ધારાસભ્ય માનજિંદર સિંહ સિરસાએ ગુરુવારે યુવતીના પરિવારજનોનો વીડિયો શેર કર્યો હતો તેમણે લખ્યું કે, પાકિસ્તાન શિખ ઈમરાન ખાન પાસે મદદ માગી રહ્યા છે હું વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને અપીલ કરું છું કે યુવતીના બળજબરી ધર્મ પરિવર્તન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવે પાકિસ્તાનમાં શિખ ધર્મ પર ખતરો છે, જેથી આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવો જોઈએ