ભરૂચ: ભરૂચના શેરપુરા રોડ ઉપર ખાડા અને રસ્તા પર પડેલી કપચીના કારણે બાઇક સ્લીપ ખાઇ ગયા બાદ ડમ્પરમાં આવી જતા બે યુવાનના મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને યુવકના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા ભરૂચના શેરપુરા રોડ પર આવેલી આશિયાનાનગર સોસાયટીના રહેવાસી સલાઉદીન અયુબ હસન પટેલ(૨૦) વર્ષ અને ફરહાન મહમદઅલી સરોદવાલા(૨૨) ગુરૂવારે મોડી રાત્રે 12 વાગ્યે બાઇક પર જઇ રહ્યા હતા