અમદાવાદ: ગુજરાતના અસ્તિત્વ સાથે જ રાજ્યમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધીમાં કેટલી ઢીલાશ છે તે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં વીડિયોને આધારે જોઈ શકાય છે સરદારનગર વિસ્તારમાં ફરી જાહેરમાં દારૂની હેરાફેરી થતી હોવાના વીડિયો વાઈરલ થયા છે એક દિવસ પહેલા જ દારૂની રેડ કરવાના નાટક બાદ આ વીડિયો સામે આવતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે