ગાંધીનગર: અજગર મોરને ગળી ગયો, વન વિભાગે પકડવાનો પ્રયાસ કરતા મરેલા મોરને બહાર ફેંકી દીધો

2019-08-29 3,268

ગાંધીનગર:દહેગામ તાલુકાને અડીને આવેલા અને ગાંધીનગર જિલ્લા વન વિભાગની કચેરીમાં આવતાં વાઘજીપુર કચેરી તાબાના રેન્જમાં વાઘાવત ગામે નર્મદા કેનાલ પાસે ગુલાબસિંહ નામના વ્યક્તિના ખેતરમાં એક અજગર મોરને ગળતા નજરે પડ્યા હતો જેથી લોકોનું ટોળું ભેગુ થઇ વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર આરબીમનસુરી સહિતનો સ્ટાફ દોડી જઇ અજગરને પકડવાનો પ્રયાસ કરતા અજગરે ગળેલા મોરને બહાર ફેંકી દીધો હતો

જો કે કમનસીબે મોરનું મોત થયુ હતું ત્યાર બાદ વન વિભાગ દ્વારા 14 ફુટ લાંબા અજગરને પકડી લઇ કોથળામાં પુરી દેવાયા બાદ દેવકરણના મુવાડા પાસેના જંગલમાં મુક્ત કરાયો હતો અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસ અગાઉ પણ તાલુકાના બિલેશ્વર મહાદેવ મંદિર પાછળના ઝાડ પર અજગર દેખાતા વન વિભાગે રેસ્ક્યુ કરી મુક્ત કર્યો હતો

Videos similaires