પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને રાષ્ટ્રપતિ દ્વારા ગુરુવારે સ્પોર્ટ્સ ડેના રોજ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા પૂનિયાએ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો આ સિવાય કબડ્ડી ખેલાડી અજય ઠાકુર સહિત 19 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે 48 વર્ષીય દીપાએ 2016માં રિયો પેરાલિમ્પિક્સમાં શોટ પુટની એફ -53 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો નિવૃત્ત જજ એમ શર્માના નેતૃત્વમાં 12 સભ્યોની કમિટી દ્વારા વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી હતી