ભિલોડા:તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત પડી છે ત્યારે આર્મીમાં જોડાવા માટે અરવલ્લી જિલ્લાના યુવાનોમાં થનગનાટ છે પરંતુ તેમાં એક એફિડેવિટ રજૂ કરવી જરૂરી છે ત્યારે એફિડેવિટ કરવાના રૂ 50ના સ્ટેમ્પ ખૂટી પડતા અરજદારોમાં રોષ વ્યાપી ગયો હતો અને સ્ટેમ્પ ન હોવાથી ઈ સ્ટેમ્પઇંગ વિભાગમાં અરજદારોની લાંબી કતારો લાગી હતી મામલતદારે તાત્કાલિક અસરથી સ્ટેમ્પની વ્યસ્થા કરીને મામલો થાળે પાડ્યો હતો