પાલનપુર:સુઈગામ તાલુકાના ભટાસણા અને બેણપ ગામના બે જાતિના લોકોની સોશિયલ મીડિયા પરની લડાઈ થઈ હતી ત્યારબાદ આજે સવારે એક વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી અનૂસુચિત જાતિના યુવક વનોલ રમેશ વિભાભાઈ (ઉંવ18)ની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી મળી હતી તે ભટાસણા ગામના સરપંચનો ભત્રીજો છે ત્યારે અનૂસુચિત જાતિના લોકો અને તેના સ્વજનો તેની હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે લાશ મળતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા