જમ્મુ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલીકે કાશ્મીરની હાલની પરિસ્થિતી અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે રાહુલ ગાંધી અંગે પૂછાયેલા પ્રશ્નમાં જણાવ્યું હતુ કે, તેઓ રાજનિતીમાં અપરિપક્વ હોય તેમ વર્તન કરે છે, જેના કારણે UNમાં પાકિસ્તાન સમર્થકોની ચિઠ્ઠીમાં તેમના ભાષણોનો રેકોર્ડ હોય છે જયારે લોકસભામાં રાહુલની પાર્ટીના સભ્યે કાશ્મીરના સવાલને યુએન સાથે જોડીને વાત કરી ત્યારે તેમને બેસાડી રાહુલે પોતાનું કાશ્મીર વિશેનું સ્ટેન્ડ જાહેર કરવું જોઈતુ હતુ જ્યારે ચૂંટણી આવશે ત્યારે તેમના વિરોધીઓ માત્ર એટલુંજ કહેશે કે આ કલમ 370ના હિમાયતીઓ છે…તો પણ લોકો તેમને જૂતાંથી મારશે