કોણ છે કારગિલ ગર્લ ગુંજન સક્સેના? જેના પર બની રહી છે ફિલ્મ

2019-08-29 2,368

ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલ ફિલ્મ કારગિલ ગર્લ ગુંજન સક્સેનાનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, જેમાં ગુંજન સક્સેનાનું પાત્ર જાહન્વી કપૂર ભજવી રહી છે પરંતુ સવાલ એ થાય કે આ ગુંજન સક્સેના છે કોણ જેના પર ફિલ્મ બની રહી છે અને તેના પર ફિલ્મ બનવાનું કારણ શું છે? ગુંજન સક્સેના ભારતીય વાયુસેનામાં ફ્લાઇટ લેફ્ટિનેન્ટ રહી ચૂકી છે 44 વર્ષીય ગુંજન હાલ રિટાયર લાઇફ જીવી રહી છે કારગિલના યુદ્ધમાં ગુંજને યુદ્ધ ક્ષેત્રમાં નિડર બનીને ચીતા હેલિકોપ્ટર ઉડાવ્યું હતુ ત્યારે દ્રાસ અને બટાલિકની ઉંચી પર્વતમાળાઓ પરથી દુશ્મનો સામે લડીને ઈજા થયેલા સૈનિકોને ઉઠાવીને સુરક્ષિત સ્થાને લઈને આવી હતી પાકિસ્તાની સૈનિકો સતત તેના હેલિકોપ્ટર પર રોકેટ લોન્ચર અને ગોળીઓથી હુમલો કરી રહ્યા હતા ગુંજનના એરક્રાફ્ટ પર મિસાઇલ પણ દાગવામાં આવી હતી પરંતુ નિશાન ચૂક થતાં ગુંજન માંડ માંડ બચી હતી ગુંજનની વીરતા, સાહસ અને દેશપ્રેમ માટે તેને શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવી છે

Videos similaires