અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ‘મિશન મિલિયન ટ્રીઝ’ અંતર્ગત વટ વૃક્ષ રોપ્યું છે વૃક્ષ પ્રેમી અમિત શાહે આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે 19 ઓગસ્ટ 2016ના રોજ નારણપુરામાં પણ એએમસીના ગ્રીન એક્શન પ્લાન અંતર્ગત વડ અને પીપળાનું વૃક્ષારોપણ કર્યું હતું જે વડ અને પીપળો આજે વટ વૃક્ષ બની ગયા છે તે સમયે અમિત શાહે અમદાવાદ શહેરમાં ઓક્સિજન આપે તેવા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું સૂચન કર્યું હતું જેને કોર્પોરેશને આજે ત્રણ વર્ષ બાદ પૂરું કરીને અમિત શાહના હસ્તે જ એક ઓક્સિજન પાર્ક ઉભો કરવા માટે અમિત શાહના હસ્તે વડ અને પીપળાનું વૃક્ષારોપણ કર્યું છે