અમદાવાદઃધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે ધનજી ઓડે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા અમદાવાદામાં એક આલિશાન બંગલામાં રહે છે