અમદાવાદ:રાજસ્થાનથી ગુજરાતમાં મોટાભાગે દારૂની હેરફેર થતી હોય છે ત્યારે રણાસણ ચોકડી પાસે પાર્ક કરેલી રાજસ્થાન પાસિંગ લકઝરીમાંથી 120 પેટી વિદેશી દારૂનો જથ્થો નરોડા પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી પ્રમાણે લકઝરીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો પોલીસે 7 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે