ગોડાઉનમાં લાખો રૂપિયાની સિગારેટની ચોરીનો ભેદ ઉકેલાયો

2019-08-28 58

ડીસા:એક ગોડાઉનમાં રાખેલા લાખો રૂપિયાની સિગારેટોની ચોરી થયા મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબીએ પાંચ શખ્સો સાથે મળી કુલ 7 લાખ 25 હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતોડીસાના શિવ પ્લાઝા શોપિંગમા આવેલ જલારામ ટ્રેડીંગ કંપનીના ગોડાઉન માંથી રૂ 15,43,491 રૂપિયાની સિગારેટોના કાર્ટૂન ચોરાતા ફરિયાદ નોંધાવા પામી હતી ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે કેટલાક શખ્સો પાલનપુર ખાતે સિગારેટનો જથ્થો વેચવા આવ્યા હતાઆ દરમિયાન વેપારીઓને શક જતા પોલીસને જાણ કરતા એલસીબી તત્કાલ ઘટના સ્થળે પહોંચી પાંચ શખ્સોને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી