રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે રાજકોટમાં વરસાદી ઝાપટુ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા થોડા વરસાદમાં જ યાજ્ઞીક રોડ પર વીજપોલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી બાદમાં ધડાકો થતા આસપાસના વસતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી હતી શહેરમાં ઝાપટુ વરસી જતા મવડી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા