કેવડિયા/ભરૂચઃ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને ઓરસંગ નદીમાં ઘોડાપૂરને પગલે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 28 ફૂટે પહોંચી ગઇ છે જેથી ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે સરદાર સરોવર ડેમની સપાટી હાલ 13406 મીટર ઉપર પહોંચી ગઇ છે નર્મદા ડેમ તેની મહત્તમ 138 મીટરની સપાટીથી માત્ર 4 મીટર દૂર છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી હજી પણ 460 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેથી હાલ ડેમના 23 દરવાજા 35 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 420 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે